મોટું જ વિચારજો સદા ને મહાન વિચારજો
દેશ,સત્ય ને ધર્મની જ આન,બાન વિચારજો
અસ્તિત્વ અને આત્માને જ રાખજો સારથી
અધર્મનાં નાશ માટે પાર્થનું બાણ વિચારજો
ચઢજો પરમાર્થનાં જ કપરાં ચઢાણ હંમેશા
અસત્યનાં સીધાં, સહજ ના ઢાળ વિચારજો
જે અઘરું હશે ને તે જ મહદ કરવાં જેવું હશે
કર્તવ્ય માટે કદી ના સરળ ઉપચાર વિચારજો
અનુસરજો આત્માનો જ અવાજ કળિયુગમાં
રાગદ્વેષનાં ઘોંઘાટ માટે બહેરાં કાન બનાવજો
-મિત્તલ ખેતાણી