મોહ તારો ક્યાં લઈ જશે ક્યાં ખબર હોતી અમોને,
સાવ આવું પણ કંઈ થશે, ક્યાં ખબર હોતી અમોને.
કે ગયા’તા ત્યાં અમે ફરિયાદ લઈને, તોય જો ને,
પ્રેમની વાતો થઈ જશે, ક્યાં ખબર હોતી અમોને.
એમની તસવીરને જાતે બનાવાની હતી પણ,
હુ-બ-હુ એવી નઈ થશે, ક્યાં ખબર હોતી અમોને.
ને અમોને એમ કે એ ગઈ હશે બસ હોઠ સુધી,
એ રગેરગમાં ગઈ હશે, ક્યાં ખબર હોતી અમોને.
જોઈતી’તી અક્ષ, અમથી કો જગા એમનાં દિલમાં,
એમનાં દિલમાં કોઈ હશે, ક્યાં ખબર હોતી અમોને.
– અક્ષય ધામેચા