રાખડીના તાંતણે બંધાઈ ગ્યા,
આંખડીના પાંપણે બંધાઈ ગ્યા,
દોર છોને એ સૂતરનો છે ભલે,
લાગણીથી આપણે બંધાઈ ગ્યા,
શોભ્યું છે આ દ્વાર મારું એ જુઓ,
પ્રેમનાં એ તોરણે બંધાઈ ગ્યા,
ના છુટા પડવું છે ક્યારેપણ હવે,
વ્હાલના કૈ કારણે બંધાઇ ગ્યા,
ભેટ ઉપહારોનું કોઈ મૂલ્ય શું?
પ્રેમની એ થાપણે બંધાઈ ગ્યા,
હિંમતસિંહ ઝાલા