લાગણી તૂટી તો સંધાતી નથી,
પારકી પીડા તો બંધાતી નથી.
હોય છે સૌની વ્યથા આંખો ભીતર,
કોઇથી ઝટ કેમ વંચાતી નથી ?
આમ તો પાવક નદી વ્હેતી ૨હે,
ભાવના મનની તો સંતાતી નથી.
ભેદ કેવા ને ભ૨મ કેવા અગમ,
ચાલ દુનિયાની તો પરખાતી નથી.
શબ્દમાં પણ અજનબી થઈ મૌન છે,
ભાવથી ભરપૂર ગૂંથાતી નથી.
-દિનેશ નાયક “અક્ષર”