ભીતર દીવો ઝળહળે તો ઉલ્લાસની છે દિવાળી
ઉમટે રોમરોમ આનંદ તો અજવાસની છે દિવાળી
કાળમીંઢ અંધારાને ઉલેચીને પથરાય જ્યાં પ્રકાશ પુંજ
રંગોળીના રંગોમાં ચિતરાય છે જીવતરની દિવાળી
દિવાળી તો સૌને સરખી આનંદની છોળો લઈ આવે
સૌના ચહેરે આનંદ ઉલ્લાસ, ભરતી આવે દિવાળી
પળપળ વીતી, દિવસો વીત્યાને આવ્યું નવું વર્ષ
આશાઓ આ નવી નવેલી લઈને આવી લ્યો આ દિવાળી
આદિને અનાદીથી આ ઝગમગ થાતા શ્રધ્ધા દીવડા
અલૌકિક ને ગજબ પ્રકાશની રોશની લઈને આવી દિવાળી
-દિનેશ નાયક “અક્ષર”