લગાગાગા /4
જનમ દાત્રી બની તું મા,
જગી વાત્સલ્ય ભાવે હું..
જગત જોયું મમત થી મા,
જગી વાત્સલ્ય ભાવે હું.
સકળ ભારો ખમી લીધાં,
સફળતા આપવા મુજને…
ઘણું આપ્યું હરખથી મા,
જગી વાત્સલ્ય ભાવે હું.
સદીઓ થી તપે નારી,
છતાં મુજને જનમ દીધો…
સદ્ ગુણે સાથ દેતી મા,
જગી વાત્સલ્ય ભાવે હું.
બને તું ઢાલ મારી ને,
ખડગ ત્રિશૂલ ધારી પણ..
બચાવે તું જ દંભે મા,
જગી વાત્સલ્ય ભાવે હું
નકારો થી મને વાળી,
સકારાત્મક બનાવે તું..
ભણાવી ભેદ વાતો મા,
જગી વાત્સલ્ય ભાવે હુ.
બની દુર્ગા કહેતી તું,
રક્ષણ કર કોકિલા તારું..
નવલ રંગે ઝગમગી મા,
જગી વાત્સલ્ય ભાવે હું.