જીવતો જગે, કાયમ હોય એવી રીતે
જણાવવું શું એને પછી મરવા વિશે?
ઓળખણ જેવું કશું મળે નહીં ચહેરે
સમજવાનું હોય શું પછી મ્હોરા વિશે?
ભીંતો સાંભળતી જ હોય અહીં તો,
ફેલાવવાનું સમજવું શું અફવા વિશે?
તત્પરતા એટલી હદ સુધી વધી હોય
પૂછવાનું ના રહે પછી સફળતા વિશે?
ધૂપ છાંવ છે જિંદગાની આ કાયમી
કોષવાનું શું ખાલે ખાલી તડકા વિશે?
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “