સ્ત્રીઓ આજે નથી સુરક્ષિત એ વાતનો ભણકાર થયો,
પોતાની જાતને કેમ બચાવે ડગલેને પગલે પડકાર થયો.
હસતી રમતી કુમળી બાળા સહેમી ઉઠે જોઈને જ્વાળા,
સુવે ત્યારે ડરની આંધીને ધસી આવવાનો રણકાર થયો.
આ યોવન આપ્યું નથી લૂંટાવાં છતાં એનો વ્યાપાર થયો,
આબરૂ એ’ની લૂંટાઈ ત્યાં તૂટેલાં ઝાંઝરનો ઝનકાર થયો.
ન્યાયની આંખે પાટા બાંધી કલમનો કેવો ઉદ્ધાર થયો,
ચીતાને જેણે કરી વ્હાલી છડે ચોક ફરી બળાત્કાર થયો.
ગુનેગાર ફરે બની સાફ જગતમાં ના કોઈ ફેરફાર થયો,
હોમાઈ જો’ને આજે નારી સહુ માટે મોટો ચિત્કાર થયો.
ધિરેનકુમાર કે. સુથાર “ધીર”