બાકી આખી દુનિયા ખાલી ખાલી લાગે.
તુ હસે ત્યારે બહુ વ્હાલી વ્હાલી લાગે.
તારા એક એક સ્મિત પર હુ ગઝલ લખતો રહું.
તુ આમજ હસતી રહે, હુ તને નીરખતો રહું.
તુ બેઠી હોય બાજુમાં તો જાહોજલાલી લાગે.
તુ હસે ત્યારે બહુ વ્હાલી વ્હાલી લાગે.
તુ નથી જયાં, કશુ નથી ત્યાં.
તુ નથી જયાં, જવું નથી ત્યાં.
તુ હોય તો જીંદગી છલકાતી પ્યાલી લાગે.
તુ હસે ત્યારે બહુ વ્હાલી વ્હાલી લાગે.
દરિયા ના મોજા ની જેમ ચડતી ઉતરતી તુ,
ક્યારેક ઓટ જેવી ખાલી, ક્યારેક ભરતી તુ.
ક્યારેક શાંત ગઝલ, ક્યારેક મદમસ્ત કવ્વાલી લાગે.
તુ હસે ત્યારે બહુ વ્હાલી વ્હાલી લાગે.
તુ હસે ત્યારે બહુ વ્હાલી વ્હાલી લાગે.
–
હાર્દિક મકવાણા (હાર્દ)