નિષ્ફળતાથી આમ હારવાનું થોડું,
ચાલ નવેસરથી શરૂઆત કરીએ.
પડતર રહે તો ધૂળ ધાણી જ થાય
ચાલ સંબંધે ફરી મળી વાત કરીએ.
મળતા ના આ જગે શોધતા પણ,
ચાલ માણસની હવે નાત કરીએ.
કોશવાનું શું આમ હવે ટાણે ટાણે,
ચાલ અજવાળી હવે રાત કરીએ.
એકધારી આ દોડ થકવી નાખશે,
ચાલ એકાદ પોરાની ભાત કરીએ.