દોડ્યા પહેલા જ બેસી ન જા,
હિંમત તારી હારી ન જા,
દોડતા દોડતા થાકી ન જા,
તું પહેલા ચાલવાનું શરૂ તો કર,
બનશે કેટલા રસ્તાઓ,
મળશે કેટલાં સપનાઓ,
પુરા થશે તારા સપનાઓ,
તું પહેલા તેને જોવાનું શરૂ તો કર,
ઉગશે તારો પણ દિવસ,
જગમગશે તારી પણ રાત,
વીતી જશે રાત, એ તને કહું વાત,
તું પહેલાં રાત વિતાવવાની શરૂ તો કર,
અંત ભલે દૂર છે,
મંજિલ ભલે દૂર છે,
રસ્તો ભલે લાંબો છે,
તું પહેલા બસ શરૂ તો કર, શરૂ તો કર….
Continue Reading