એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!
થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો!
પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો!
સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ એટલે શિયાળો!
દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ એટલે શિયાળો!
વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ એટલે શિયાળો!
ધાબળા કાઢો, અડદિયા બનાવો,
આવ્યો ઋતુઓનો નવાબ એટલે શિયાળો!