હૃદયમાં ખૂબ પ્રેમ છે મીઠાઈની શી જરૂર છે ?
રાત છે શરદ પૂનમની દિવાની ક્યાં જરૂર છે ?
તમે ખુદ એક ચાંદ છો ચાંદનીની શી જરૂર છે ?
રાત છે અમાસમાં અંધકારની શી જરૂર છે ?
ઘોંઘાટ એટલો છે ફટાકડાની શી જરૂર છે ?
રંગીન મારી નજર છે રંગોની શી જરૂર છે ?
રૂબરૂ મળો તો શુભકામનાની શી જરૂર છે ?
હરખની છે હેલી આ નશાની શી જરૂર છે ?
સુરજ છે માથે આ પડછાયાની શી જરૂર છે ?
તમે તો ઘરના છો રહો છો દિલમાં સદા મારા,
આવી જાવ અંદર ખખડાવાની શી જરૂર છે ?