ભૂલકાંઓનો ખરો દરબાર છે શેરી,
કાલી કાલી ભાષાનો ગુંજારવ છે શેરી.
એ ઝઘડવું રિસાવુંને પાછું મનાવું,
એ કીટ્ટા એ બુચાનું ખેંચતાણ છે શેરી.
બે આંખોનું ચાર થવુ અને ઝબકવું,
શૈશવથી યૌવનનો પગરવ છે શેરી.
શેરીને આંખોમાં ભરતી ઓટલાસભા,
એની હળવી વાતોમાં ઉજાગર છે શેરી.
કેટલી વાતોની વાલપ ઉરમાં ભરી,
કેટલી કહાનીઓની જણતર છે શેરી.
મનુ શ્રીમાળી