શ્રાદ્ધનો મહિનો આવ્યો છે,
પિતૃઓને શાંતિ લાવ્યો છે.
શ્રાદ્ધનો મહિનો આવ્યો છે,
કાગ ફરી ખીર ખાવા આવ્યો છે,
તે આત્માને આજ તૃપ્તિ મળે,
સૌ તેના માટે પ્રાર્થના કરે,
“બધી ભૂલો માફ કરો,
આ ખીરથી પોતાનું પેટ ભરો,
પોતાના બાળકો પર આટલો ગુસ્સો ના કરો,
ઈચ્છાઓ અધૂરી રહી ગઇ છે,
જીવન-મરણની a લડાઈ છે.
અમારા પર થોડી કૃપા કરો,
પોતાની આત્માને તૃપ્તિ દો,
પૈસા માટે હવે નહી લડીએ,
તમારી પાસે ચિંતા નહી કરાવીએ
તમારા ઘરની ચિંતા ના કરશો,
ભૂલ-ચૂક માફ કરશો”
આટલું જ બોલી એ ચાલી જાય છે,
શ્રાદ્ધ પછી ફરી બટવારાની વાત થાય છે,
માને ક્યાં રાખવી તેની ચર્ચા થાય છે.
તેને ત્યાં આવતા વર્ષે ફરી શ્રાદ્ધમાં આ જ પ્રાર્થના કરાય છે….
– નીતિ સેજપાલ “તિતલી”