શ્વાસમાં સુગંધ ભળે તો ઠીક છે,
વેદનાના કાંટા કળે તો ઠીક છે.
સ્પંદનો કદાચ શાંત થઈ જાય,
એક ઝલક ખળભળે તો ઠીક છે.
આમ રેઢું ઉપવન કોણે મૂક્યું ?
શોધીએ માળી મળે તો ઠીક છે.
પ્રીતમાં પીડાનું હોવું જરૂરી છે ?
પર્યાય જુદા ઝળહળે તો ઠીક છે.
હોઠ પર શબ્દ સજી સ્મિત આપો,
મૌનનુંય માપ નીકળે તો ઠીક છે.
-દિનેશ નાયક “અક્ષર”