સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
કાન તો કાપી લીધા’તા ભીંતના,
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?
હું કળી માફક જરા ઊઘડી ગયો,
એટલામાં પણ તને તકલીફ થઈ?
આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે-
આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.
કેટલું સારું છે ઊડતા પંખીને,
કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?
શું જરુર વિખવાદની ?
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...