સમય તું બદલાય છે, સંભાળ્યું છે મેં,
વાતે વાતે વટલાય છે સંભાળ્યું છે મેં,
સમય તું સરકી જાય છે સંભાળ્યું છે મેં,
દોડ તો હું તારી સાથે નથી કરતી
કે નથી કરતી હું ઝપાઝપી,
વેર તારે મારાથી છે કે પછી,
વળ જૂનો વર્ષોથી?
નથી તું મારો થતો, કે નથી હું તને મારો કરી શકતી,
સમય તું બદલાય છે, સંભાળ્યું છે મે,
વાતે વાતે વટલાય છે સંભાળ્યું છે મેં.
નથી કરતી હું પ્રયત્ન એવું તો નથી?
કે તને અનુકૂળ થવું ગમતું જ નથી?
થકી છું તને અનુરૂપ થઈ ને .
હારી છું હવે આ દોડ લઇને.
કહુ છું થંભી જા,
કહુ છું સમજી જા.
બાકી બાજી કોઈ હું કદી હારી નથી.
– યશા પંડિત