આમ જુઓ તો સગપણ મજાના હોય છે,
સંબંધોના ગાઢ વળગણ મજાના હોય છે.
હ્નદયનું દરદ અટકી જાય છે હોઠો ઉપર,
આંખોના એ પારદર્શક દર્પણ મજાના હોય છે.
કોડ ભરી કન્યાના ગુલાબી સ્વપ્ન જેવાં,
રૂપેરી સોનેરી પહેરણ મજાના હોય છે.
પળ પળ પરવરદિગારની રહેમ છે,
લીલાંછમ થયેલા રણ મજાના હોય છે.
અનમોલ ખજાનો છે અઢળક અઢળક,
દરદના તે રૂડાં ઢાંકણ મજાના હોય છે.
– દિનેશ નાયક “અક્ષર”