હૈયું જ કરે છે લાગણીઓની હેર-ફેર,
સાચવે છે પ્રેમના સુર અને સહે છે સૌના વેર.
નથી રહ્યો પ્રેમ આજે એ હૈયામાં,
ના રહ્યો કોઈ વિશ્વાસ એ હૈયામાં.
ના એ કરે ક્યારેય રુદન એના દર્દનું,
આ તે કેવું છે ઝરણું એના સમજણનું.
દિવસ-રાત રહે છે એ ધબકતું,
માંગણી રજાની એક ક્ષણ માટેય ના કરતું.
આ તે કેવું છે સમજણનું ઝરણું,
અવિરત સતત અને ભગ્ન જાણે કોઈ હરણું.
ચિંતાના સુર બધા ગળી જાય એ,
ડહાપણની વાતો સદાય કરી જાય એ.
એ હૈયુ તું ક્યાં ક્યાં રે ફરતું,
ક્યાંથી લાવે છે તારી સમજણનું હતું ભાથું.
આશા, નિરાશા ,ઉત્સાહ અને ઉમંગ,
સમજદાર હૈયા તારા વિના મારું જીવન છે બેરંગ.