જિંદગીની દોડમાં સુખનું સરનામું તું શોધી લે..
ક્ષણ ક્ષણમાં તારી ખુશીનું સરનામું શોધી લે..
સમયસર તારા બધા જ કામ કરે છે તું રોજ
ક્યાંકથી તું તારા સમયનું સરનામું શોધી લે
ભાવતા ભોજનની થાળી પીરસે છે તું દરરોજ
ક્યાંકથી તારી ભાવતી વાનગીનું સરનામું શોધી લે
બાળકને ઘડતરના પાઠ ભણાવે છે તું રોજ
ક્યાંકથી તારા બાળપણનું પણ સરનામું શોધી લે
સજાવી રાખે છે તારા ઘરને ફૂલોથી તું રોજ
ક્યાંકથી તારા શણગારનું સરનામું શોધી લે
‘તું પારકી થાપણ છે’ એ શબ્દો સાંભળે તું રોજ
ક્યાંકથી હવે તું તારા જ ઘરનું સરનામું શોધી લે
‘મુક્તિ’ સંબંધોને પ્રેમમાં બાંધી રાખે છે તું રોજ
ક્યાંથી તારા જ અસ્તિત્વનું સરનામું શોધી લે
મુક્તિ લાડ