સામે વળી વળી ને એ જોવે છે,
અહીં આંખ મારી લડી લડી મરી પડે છે.
જવાબ માગ્યો છે અરજી કરી ઘણા વખતથી,
સવાલ જ સામે આવ્યો છે ઘણા અચરજથી.
ઈશારા હવે થાક્યા એકબીજાને કરી કરી,
શબ્દો અધીરા થયા આવવા આ અધર સુધી.
પ્રેમ છે કે વ્હેમ છે એનો કોઈ ઉકેલ નથી,
પ્રેમમાં પડ્યા પછી મારો કોઈ વિકલ્પ નથી.
થવું થવું થતુ હતું અને અધુરું રહીં ગયું,
વાત વધે આગળ એ પહેલા સરનામું બદલી ગયુ.