સાદ વિના પગને હું અટકાવુ શાની ?
પ્રેમ પળભરનો ને હું હરખાવુ શાની ?
ઓટ ને ભરતીની રમતો કેમ રમવી ?
આંખ કે’તી આમ હું છલકાવુ શાની ?
વાત તો થઇ ને ઘણી આંખો ને દિલથી,
શબ્દ નહિ તો મૌન હું સમજાવુ શાની ?
લાગણીની ફાવી ગઇ ગમ્મત મને પણ,
ને પછી આ દિલથી હું ઝડપાવુ શાની ?
એ જવાબો પણ સવાલો સાથ જડ્યાં,
છે બધું કંથસ્ત તો ગભરાવુ શાની ?
– જાનવી સોની