કહે છે લોકો કે સુખી છે તું,
પણ કોણ સમજાવે એમને કે સુખની પાછળ ભાગતી નથી,
હા એટલે સુખી છું હું.
કહે છે લોકો કે નસીબદાર છે તું,
પણ જાણતા નથી કે હાથની લકીરોમાં નહીં પરંતુ કર્મો માં માનું છું,
હા એટલે નસીબદાર છું હું.
કહે છે લોકો કે ખુશ રહે છે તું,
પણ કોણ સમજે કે આંસુઓ ને નહીં આશાને ગણકારું છું,
હા એટલે ખુશ રહું છું હું.
લાગે છે લોકોને બધું જ છે જીવનમાં,
પણ દોસ્ત જે પાસે નથી એને મારા લાયક માનતી જ નથી,
હા એટલે બધું જ છે જીવનમાં.