સૌમ્ય કરુણાનો અમર અવતાર સ્ત્રી,
માનવીની જાતનું અભિમાન સ્ત્રી,
પ્રાણ જે પાછા લઈ આવે તે હઠ,
એક નજર જેની અમી વણઝાર સ્ત્રી,
બાળના જીવનનો તારણહાર જે,
દિલ તેનું માતૃત્વનો રસથાળ સ્ત્રી,
મર્દ જો કેવાય ઝંઝાવાત તો,
વ્યાધિ વેળા છે અટલ બળવાન સ્ત્રી,
ઝટ પ્રણય સઘળો તે ન્યોછાવર કરે,
શાંત કુદરત જેમ છે ધનવાન સ્ત્રી,
ધન્ય જીવન થાય એક દર્શન થકી,
માણસાઈનું પ્રમુખ સન્માન સ્ત્રી