હક્ક માટે કબ્બડી અને ફરજ માટે તો ખો હોય છે
જે નથી વાસ્તવમાં,વાસ્તવમાં તેનો જ તો શો હોય છે
બહાર નથી આવતી ઊર્મિ તેથી જ સબંધો છે અકબંધ
બાકી દરેકનાં નસીબમાં અને ઇન્તેઝારમાં ‘વો’ હોય છે
સ્વાર્થ સાધનામાં જ લાગી ગયાં છે સૌ સાધક બનીને
પરમાર્થની અગ્રીમતા માટે જ તો ‘જો અને તો’ હોય છે
જેને જન્મ આપ્યો તેનાં માટે તો વેચાવાં પણ તત્પર ને
જેણે જન્મ આપ્યો તેનાં માટે તો બગડેલું મ્હોં હોય છે
માંગી નારાયણી સેના તેથીજ તો ચુકી ગયો છે નારાયણ
માયા માટે માનવનું ‘યસ’ ને માયાપતિ માટે ‘નો’ હોય છે
– મિત્તલ ખેતાણી