મોડી રાત સુધી કરેલી વાતો,
ને તારી યાદમાં વિતાવેલી રાતો,
હજુયે મને યાદ છે..!
તારા મુખ પર રેલાતું એ સ્મિત,
ને ઇશારાઓમાં થયેલી પ્રીત,
હજુયે મને યાદ છે..!
કાંઈક જાદુ હતું તારી નશીલી આંખોમાં,
જોઈ તને હું ભુલ્યો હતો ભાન,
હજુયે મને યાદ છે..!
ને તું કહે અને હું માનીએ લઉં,
પણ વાત તો જરૂર અધૂરી હતી,
હજુયે મને યાદ છે..!
મોડી રાત સુધી કરેલી વાતો,
ને તારી યાદમાં વિતાવેલી રાતો,
હજુયે મને યાદ છે..!
જીગર દરજી