હતી એક ચકલીને એનાં બચ્ચા
હતાં એ થોડા નાના ને ઉડવા માં કાચા,
હતી ચિંતા એ ચકલીને
કઈ રીતે જાય એ બહાર એ આમને મૂકીને,
કહ્યું કંઈક આમ ઝાડની ડાળી એ
કર ના તુ ચિંતા આપણે સાથે હળીમળીને રહીએ,
આંધીને પવનમાં સાચવીશ તારા માળાને
આપજે હૂંફ મને એકલતા ની ટાણે ,
થઈ ખુશી ચકલી ને આ સાંભળ્યા પછી
છે આમારું આ દુનિયા માં એક સ્વાર્થ પછી ,
મળ્યો સહારો ચક્લી ને એ એક ડાળ થી
અને મળી ડાળ ને હુંફ આ એક ચકલીના માળાથી .