હતું એ કોણ ?
જતી હતી વાદળી એ ક્યાં કોઈને શું ખબર?
પણ વરસાવી ગઈ મારા પર જેની યાદોને એ વરસાદ … હતું એ કોણ ?
શબ્દો પાછા વળી જતા હોંઠો સુધી પોંહચી,
અને આખોથી જ થઇ જતો જેના સાથે પ્રેમ નો વ્યવહાર … હતું એ કોણ ?
રૂપા ના વસ્ત્રો અને સોનાના મહેલને મારે શું કરવા?
જેની સાથે વિતાવેલી પળો જ મારી પુંજી… હતું એ કોણ?
સમગ્ર પૃથીને કાગળ અને સાતેય સાગરોને શાહી બનાવીને પણ
હું જેને ન વર્ણવી શકું … હતું એ કોણ ?
જાણવા છત્તા અજાણ બનીને જેના વ્યક્તિત્વને હું વાગોળતી રહું છું,
સળગતા અંતરમન નો બસ એક જ પ્રશ્ન છે… હતું એ કોણ ?
– દિશા શાહ