હૃદયના ધબકારાં હવે ECG મશીન માં ઉપર નીચે થયાં કરે છે
તારી યાદોમાં હવે પ્રાણ તારા જોડે આવાનો પ્રયાસ કરે છે..
આમ તો ક્ષિતિજ વિસ્તરેલી છે તારા સુધી
પણ આંખ તો મૃગજળ પર વાસ કરે છે..
હું કવિતા લખું તું એને વાંચીને સમજે તો ઠીક છે
નહિ તો આ વિચાર અમસ્તું મગજ નું દહીં કરે છે..
તું આવીને હૃદય ના પાદરે થી ફર્યો છે પાછો
તો યે તું અહીં હૃદય ના ધબકારે ધબકે છે..
ECG ની થાકી ગયેલી લાઈનો પણ હવે શાંત થવાનો પ્રયત્ન કરે છે
યાદોને રોકવા પ્રાણ પણ તારા જોડે આવવાની રાહ જોવે છે..