કરે મળવાનો વાયદો તો હું કૈંક બોલું,
ઉઘાડું કમાડ હૃદયના ને હળવેથી સાંકળ ખોલું,
નાનકડું નગર વસે, તારા વગર શ્વસે
આમ તો ભરેલું ઈચ્છાથી તો યે અંદરથી પોલું,
પડ ઉપર પડ ચડ્યા પ્રેમના ચિક્કાર છે,
તું આવે તો એક એક કરીને એને ફોલું,
ઉજાગરો આકરો કે તારા વગરની આ વેળા,
તું આવે તો હાથ માં લઇ બંનેને તોલું,
કરે મળવાનો વાયદો તો હું કૈંક બોલું,
ઉઘાડું કમાડ હૃદયના ને હળવેથી સાંકળ ખોલું,
નીતા કંસારા