હવે ખોટું જરાયે લાગતું નથી,
હવે માઠું જરાયે લાગતું નથી.
મુશ્કેલીઓ પનારે છે પડી ઘણી,
હવે કાઠુ જરાયે લાગતું નથી.
સંતોષી જિંદગી જીવાય છે ઘણી,
હવે ઓછું જરાયે લાગતું નથી.
બધા ઉપચાર અજમાવી લીધા છતાં
હવે સારું જરાયે લાગતું નથી,
વચન આપ્યું મિલનનું આપ એ છતાં.
હવે પાક્કું જરાયે લાગતું નથી.
હિંમતસિંહ ઝાલા