કળયુગ આવ્યો છે રે,
હવે શું થશે?
કુદરતી આપત્તિઓ વધશે,
હવે શું થશે?
જ્યારે કરોડો લોકો મરશે,
ત્યારે શું થશે?
કહેર આવ્યો છે,
હવે શું થશે?
સ્મશાનોમાં જગ્યા નથી,
હવે શું થશે?
સમય વધું બચ્યો નથી,
હવે શું થશે?
બધી જગ્યાએ લાશો હશે,
કલમ જ્યારે ટૂંકી પડશે,
ત્યારે સમય નબળો પડશે,
આ કળયુગમાં,
લોકોનું હવે શું થશે?
– નિતી સેજપાલ “તિતલી”