હાસ્ય આત્માનું સંગીત છે, હસતા રહો,
સુખ દુઃખનું એ ગીત છે,હસતા રહો.
રમૂજ,મજાક ને મસ્તીની માણો મોજ,
હ્રદયનો સેતુ સ્મિત છે,હસતા રહો.
હોય ભલેને ચિંતા નિરાશાના વાદળ,
સહજ જીવન રીત છે,હસતા રહો.
હસિત વદન ને નયન મધુર છે,
મધુર હસિત ચિત છે,હસતા રહો.
ભલા બનો ભલાઈમાં તો માણસાઈ છે,
પરસ્પર પ્રેમ હિત છે,હસતા રહો.
-દિનેશ નાયક “અક્ષર