હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
આજુ બાજુ એક નાનો વહેમ લખીએ,
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
ફકરો તારો લજામણી ના છોડ જેવો
શરમાય જાય તોય એને હેમખેમ લખીએ,
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
નાના નાના અક્ષરો મહી જડકે એવો
છાતી સરસો ચાપે એને એમ લખીએ
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
કહું છું, તારા હૃદય ના ધબકારા લખને એમાં
મારા લાગણી ના ટહુકા તો અહીં કેમ લખીએ,
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
સરનામું લખીએ તારી નજર થી મારી નજરનું
સાવ હૃદય સોંસરવું ઉતરે એમ લખીએ,
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,
નજર ઉઠાવી ને દેજે હાથોહાથ પરબડિયું,
આંખો થી લઇ લઈશ ભલેને ગમેતેમ લખીએ
હાલ ને, એક બંધ પરબીડિયામાં પ્રેમ લખીએ,