હા યાદ છેઃ
હું નાની નાની પગલી ભરી
જીદ એવી તે કરતી
જવુ મારે બાર આંગડી એ રસ્તો બતાડતી
હા યાદ છેઃ
પપ્પા અને મમ્મી
મારાં બે ખભા
આંખોમાં મોટા મોટા સપના
હા યાદ છેઃ
એક જ ઓરડી
ને એજ મારી હવેલી
એની હું રાજકુમારી
મમ્મી ની પરી
હા યાદ છેઃ
દિવાળી ની રાહ જોતિ
આવે કે તરત બોલ બોલતી
ચાલો ને પપ્પા જઇયે
સાલાસાલા ફટાટા લૈયે
હા યાદ છેઃ
ખિસ્સું ક્યારેય નં જોતા અલ્લા ના બેલી
રંગ ના ભરોસે જીવતા
આંખ ના ખૂણે જર્જરીયા આવતા
હા યાદ છેઃ
હા મારી માનું કહી
મને ખોળે ધરી પૂછતાં
શું લાવીશું બોલને માનું?
હું તો ફટાટા ના નામે કઈ ના જાણું
હા યાદ છેઃ
પપ્પા નો વિશ્વાસ જીતતો
ભાવવિભોર થઇ
પપ્પા મને સંગે જતા લઇ
ખિસ્સું ભરેલું હું જોઈ
હા યાદ છેઃ
હું ખુશ થઇ જતી
અને તરત જ બોલતી
કઈ નથી જોયતું મને
છતાંય મારાં નાનકડા હાથ થેલી થી ભરાય દેં
હા યાદ છેઃ
મોટુ સુ કાળું તગારું
એ મને બહુ વાલુ
દસ વાગ્યાં ની હું
સવાર થી રાહ જોઉવ
હા યાદ છેઃ
નાનકડી એવી પગલી
દોડું ત્યાં તો ધબ્બ દઈ પડુ
તરત જ મમ્મુ પકડી હસાવી
રડતા મને રોકે
હા યાદ છેઃ
એ એ એ એ
દિવાળી માલી દિવાલી
કરતી કરતી હું નાચું
ખુશ થઇ ગાઉ
હા યાદ છેઃ
પપ્પા એ તગારા માં
ચકરડી , કોઠી, દોરી ફોડે
હું ને મમ્મી ધ્યાન થી જોઈ
એ નાનકડી દુનિયા ને
સ્વર્ગ બનાવી અમે
હરખ ભેર જીવીયે
હા યાદ છેઃ
બેસતા વર્ષે મને સજાવે
છબી પાડી રંગ ને પગે લાગી
બાપા ને પગે લાગવા જઈ
જુના વર્ષ નો અંત લાવીએ
હા યાદ છેઃ
કમીઓ હોવા છતાં
મને ધનવાન કરે
આખો નું નૂર હોઠો નું સ્મિત
મન નું મિત મને આપે
આ દિવાળી કોઈ કેવી રીતે ભૂલે
~ માનસી દેસાઈ