હા, હું મતદાર છું.
વ્યવસ્થા કે રાજકારણીઓ નહીં પણ,
મારાં યોગક્ષેમનો હું કર્ણધાર છું.
હા, હું મતદાર છું.
ઓછાં ખરાબને હું ચૂંટવાનો,
મારાં ભવિષ્ય માટે હું સૂત્રધાર છું.
હા, હું મતદાર છું.
સરહદ પર નહીં તો બૂથ સુધી તો જઈશ જ,
લોકશાહીનો હું સીપેહસલાર છું.
હા, હું મતદાર છું.
જ્ઞાતિ,ધર્મ,લોભ,ભય અને પક્ષથી ઉપર ઉઠીશ,
માતૃભૂમિને જ હું વફાદાર છું.
હા, હું મતદાર છું.
પાંચ વર્ષે એક જ દિવસનો છું હું રાજા,
આગામી 5 વર્ષ માટે હું જવાબદાર છું.
હા, હું મતદાર છું.
મતદાન એ પવિત્ર ધર્મ ને હક્ક છે મારો,
મત આપી માઁ નું ઋણ ઉતારનાર છું.
હા, હું મતદાર છું.
હા, હું મતદાર છું.
-મિત્તલ ખેતાણી