હું અને ચાંદ ઘણી વાર વાતો કરીયે છીયે
રોજ નહીં પણ ક્યારેક ક્યારેક મળીએ છીયે..!
એની દુનિયા ની એ વાતો કરે ને મારી હું,
દરરોજ સુખ દુઃખ ની વાતો અમે કરીએ છીયે..!
ક્યારેક શાંત ક્યારેક નટખટ નાનું બાળ બની,
વાદળો સાથે અમે સંતાકૂકડી રમીએ છીયે..!
ઘણાં તારાઓ વસે છે એની આસપાસ ત્યાં,
દૂર છતાં એક બીજા નો સાથ ઝંખીએ છીયે..!
પૂનમ માં પુર્ણ અને અમાસ માં એ અદ્રશ્ય,
આમ અમે વિરહ નાં સૂર પણ ગાઈએ છીયે..!
હું અને ચાંદ ઘણી વાર વાતો કરીયે છીયે,
રોજ નહીં પણ ક્યારેક ક્યારેક મળીએ છીયે..!