હું અને મારી એકલતા..
જાણીતી જગ્યાએ અજાણતા ચહેરા,
વાતો માટે લાગ્યા છે લોકોના મેળા,
કેટલાક દૂર રહીને પણ પાસ થઈ ગયા,
કેટલાક પાસ રહીને પણ દૂર થઈ ગયા,
રહી હું અને મારી એકલતા..
ઝડપ જતા સમયમાં કેટલાક પાછળ રહી ગયા,
કેટલાક પાછળ રહેલા આગળ ફરી રાહ પર મળી ગયા,
આપણે તો બસ એકલા ચાલતા,
રહી હું અને મારી એકલતા..
એકલતાને મે પ્રેમપૂર્વક ગળે લગાવી,
અને મારી આ ભાવનાઓને શાહી વડે ઉતારી,
એકલતામાં કરી પોતાની ખોજ,
ત્યારે મને મળી એકલતામાં પણ મોજ,
ઘણા મળે, ઘણા છૂટતા જાય છે,
છેલ્લે બધામાં એકલતા રહી જાય છે..
નીતિ સેજપાલ “તિતલી”