હું ક્યાં કહું છું મુશ્કેલી ના હોવી જોઇએ
પણ એક પળ હસી શકીએ એવી આશા હોવી જોઈએ,
હું ક્યાં કહું છું મારા સાથે બધા હોવા જોઇએ
પણ હંમેશા મા બાપ ની છાયા હોય એવી કિસ્મત હોવી જોઇએ ,
હું ક્યાં કહું છું બધી રાહમાં મંઝિલ મળી જવી જોઈએ
પણ એ મંઝિલ મેળવવાની જીદ જરૂર હોવી જોઇએ,
હું ક્યાં કહું છું આ વિશાળ જગ માં મારી વાત થવી જોઈએ
પણ વાતમાં આપણું નામ આવે તો વાત ની શોભા વધવી જોઇએ,
હું ક્યાં કહું છું બીજાની વાત બધી સમજવી જોઈએ
પણ એ વાત સમજવાની કલા હોવી જોઇએ ,
હું ક્યાં કહું છું તમારી પ્રસિદ્ધિ બધે હોવી જોઇએ
પણ તમારા જોડે આખા જગ માં ખ્યાતનામ કરાવે એવી કલમ હોવી જોઇએ .