લખેલા એકડા ને ઘૂંટી રહ્યો છું
હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..!
મને બધી ખબર છે નાં મિથ્યાભિમાન માં,
અધૂરાં જ્ઞાન નાં પોટલાં ઉપાડી રહ્યો છું
હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..!
પરિવાર, સન્માન, પોતાનાઓ તો હેશટેગમાં ગયા,
મારાં સંસ્કારોની બલી જાતે જ ચડાવી રહ્યો છું
હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..!
ઉચ્ચ યોની માં જન્મ્યો છતાં જોઉં ત્યાં હેવાનિયત,
બુદ્ધિમત્તાની ભેટ ને અવળે રસ્તે દોરી રહ્યો છું
હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..!
લખેલા એકડા ને ઘૂંટી રહ્યો છું
હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..!