ઉંમરનો સરવાળો કરવા બેઠો,
સરવાળો પડ્યો ખોટો ને પડ્યો હું ભોઠો.
જીવનનો સાર જાણવા મથ્યો,
સંસાર નો સાર પડ્યો ખોટો તોય પાછળ દોડયો.
મૃત્યુ નુ રહસ્ય ગોતવા નીકળ્યો,
અમૃત કેરુ જીવન જીવતા ભૂલ્યો.
ચિંતાઓને દુર કરવા દુર દુર સુધી ભાગ્યો,
રસ્તામાં હતા ઘણા મારા જેવા અભાગ્યાઓ.
પરમેશ્વર ને સવાલો પુછવા કર્યો ઊભો,
જવાબ આયો પહેલા ખુદ થા ઊભો.