વિશ્વમાં સુંદરતા માટે છું જાણીતું,
પીંછા મારી સૌથી પ્રભાવિત વસ્તુ.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
મારા તેજસ્વી રંગો ચમકતી અસર કરે,
વાદળી સોનેરી પીંછા સૌને મંત્રમુગ્ધ રાખે.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
જ્યારે ગરજતા મેઘ વર્ષા વરસાવે,
ત્યારે મારું નૃત્ય પ્રદર્શનમાં આવે.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
ધોધમાર સાથે બેસે મારી લયબદ્ધ શૈલી,
મને જોઈ મનમોહક થાય ઢેલ પણ ઘેલી.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
સમાગમની ઋતુમાં હું સ્નેહ વરસાવું,
મારા રંગીન પીછાંથી મારી ઢેલને લલચાવું.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
મોરપીંછ મારા સૂર્યપ્રકાશમાં ઝગમગ ચમકે ,
કોઈ અમૂલ્ય આભૂષણની જેમ દમકે.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
કાન્હાનું મુકટ મયુરપંખ વિના અધૂરું લાગે,
મારો સૌભાગ્ય કે એમના તાજની શોભા વધારે.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
લોકો મારા મુલાયમ પંખ કાળજીપૂર્વક સાચવી રાખે,
કોઈ પ્રેમનું પ્રતીક તો ઘણા નસીબનું વશીકરણ માને.
બીજું કોણ? હું મોર છું ભઈલા મોર છું!
શમીમ મર્ચન્ટ