હું શૂન્યમાંથી સર્જન કરું છું ‘પાગલ’,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું સંકુચિતતા ને અનંતમાં વિસ્તારું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું વિષયો સંગ પરસ્પર અનુબંધ સાધી બતાવું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું અનેકતામાં એકતાં નાં દર્શન હું કરાવું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું અંત ને નવો શુભારંભ બનાવું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
ભલે ઘનઘોર વાદળ તોય આશા નું કીરણ જગાવું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
ભલે થોડા મુદ્દા પણ હું એનોય વિસ્તાર કરી જાણું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું કાયર નેય વીર યૌદ્ધા માં પરિવર્તિત કરી હું જાણું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું પ્રલય અને નિર્માણ મુજ ગોદમાં તે રમાઙી જાણું છું,
‘હું શિક્ષક છું સર્જક છું’…
હું વિદ્યાર્થી ઓનાં સ્વર્ણિમ ભવિષ્ય ની ઢાલ તે રક્ષક છું,
… ‘હું શિક્ષક છું સર્જક છું’…
… ‘હું શિક્ષક છું સર્જક છું’…
… ‘હું શિક્ષક છું સર્જક છું’…
હું ‘પાગલ’ માંરી આ રચનાં…”શિક્ષક દિન નિમિત્તે વિશ્વ નાં તમામ શિક્ષકો નાં ચરણોમાં સમર્પિત કરું છું ”
કેદારીયા અવિનાશ પી “પાગલ”