હું હંમેશા તને લખતો રહીશ
દિલ સાથે તને જોડતો રહીશ
ખૂટી પડ્યો પ્રેમ તો ભરતો રહીશ
એક વાત યાદ રાખજે હું હંમેશા સતાવતો રહીશ
હું હંમેશા તને લખતો…..
પ્રેમ શું છે એતો તને કરીને જ ખબર પડી
હું તને હંમેશા thank you કહેતો રહીશ
રહીશ તું મારા દિલમાં ક્યાંય છટકવા ન દઈશ
હું હંમેશા તને લખતો….
જાણે તારા સિવાય કોઈ નથી મારા દિલમાં
જીંદગી થઇ પુરી જ્યારથી તું મળી છે મને
એવો હતો વિચાર કે શું હંમેશા અડધો જ રહીશ
એટલે હવે તને જ હું હંમેશા લખતો…..
પ્રેમ એટલે મિત્રતા તેમાં હું તારાથી શું છુપાવીશ
હું તને તું કે તારી થી નહીં પણ તમે જ કહીશ
દર્પણ ભૂલી ગયું મને કારણ કે તું દેખાય છે ત્યાં
rajdip કહે છે તું છે મારી તો મારી જ રહીશ
એક વચન આપું છું તને
હું તને હંમેશા લખતો રહીશ
~ રાજદીપ