દીપી ઉઠે હર કાર્ય અહીં ચોક્કસ
તન ને મનમાં ઉમંગ હોવો જોઇએ.
કપડાં ભલેને રોજે બદલતા રહે
વર્તનમાં એક રંગ હોવો જોઈએ.
સફર કઠીન પણ રસપ્રદ બની રહે
મન ગમતાંનો સંગ હોવો જોઈએ.
આવું તો ચાલ્યા કરે, છે વિચાર ખોટો
શોષણ સામે ખુલ્લો જંગ હોવો જોઇએ.
ને, આપી શકવાના મળે જો અવસર
હાથ આ ન કદી તંગ હોવો જોઇએ.