આ ગઝલ એ શબ્દનું બાંધેલું દેરું હોય છે,
આ ગઝલ એ શબ્દનું બાંધેલું દેરું હોય છે,
ને અધરની કંદરામાં મૌન ઘેંરું હોય છે.
ઠોકરો ખાધા પછી ઠપકારશો ના ઠેસને,
પથ્થરોમાં પણ છુપાયેલું પગેરું હોય છે
ચાલ હુંફાળા સંબંધો ઓઢી લઇએ આપણે,
મીણ પીગળીને થીજે એ પણ અનેરું હોય છે.
શબ્દનાં પરિધાન જ્યોતિ થઇ ગઝલમાં ઝળહળે
દાદ હો ફરિયાદ હો બન્ને ય ભેરુ હોય છે
એક રજકણ જેમ ઈચ્છા ઉર્ધ્વગામી પણ બને
શક્યતાનો ત્યાં અડગ ઊભેલ મેરુ હોય છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા: