વરસોના તાપ પછી ટાઢક થઈ છે,
લાગે છે આજે મેઘને મહોબ્બત થઈ છે.
ક્યારના બાંધ્યા હતા એ મન્નતના ધાગા,
લાગે છે એ માનતા પૂરી થઈ છે.
અધૂરી હતી જે કલમની કામના એક અરસાથી,
લાગે છે એ કલમ અને શબ્દોની કહાની પૂરી થઈ છે.
હતી જે મંજિલ સાત સહસ્ત્ર ગાઉ દૂર,
લાગે છે એ લાંબી મજલ પૂરી થઈ છે.
– આદિત શાહ “અંજામ”