એ લાલ રંગ તું આજ શીદને દગો કરી ગયો…..
સવારે પ્રેમ નો હતો ને સાંજે નફરતનો બની ગયો…
તું ચુંદડી માં શોભતો હતો કેવો ગજબનો…
તે આમ શીદને કફન નો તરફદાર થઈ ગયો….
તું ચાંદ જેવો ચમકતો એ માનુની ના શીર પર…
તું શાને તુટેલા કંગન નો કાચ થઈ ગયો….
એ લાલ રંગ તું કંકુ પગલા માં પુજાયો છે…
આજ પગલાં રકતવર્ણા કાં કરી ગયો…
એ લાલ રંગ તું આજ શીદને દગો કરી ગયો…
શહીદ ભાઈઓ ને શત શત વંદન….????
~ બંસી મોઢા