જેની પીઠે હોય પત્નીનો હાથ બકા
એની જ લાગી જાય છે વાટ બકા
સરકારી નોકરીમાં જોડાય પછી,
બુદ્ધિને લાગી જાય છે કાટ બકા.
સગ્ગો ભાઈ તારો પોલીસમાંહશે
એનો જ આ દેખાય છે ઠાઠ બકા.
પત્ની‘ને પ્રેયસીના નામમાં કદી
ઊંઘમાં પણ કરાય ન બફાટ બકા.
ના કહી’તી, તોયે તું નેતા થયો !
હવે તારું જ થૂંકેલું, તું ચાટ બકા.
અધીર અમદાવાદી